સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસે શરૂ કરી કસરત ચૂંટણી પહેલા મજબૂત થવા કોંગ્રેસે શરૂ કરી કવાયત કોંગ્રેસે સંયોજકોની નિમણુંક કરીને ખાસ રણનીતિ અમલમાં મુકી ઉમેદવારોની પસંદગીમાં સંયોજકોની રહેશે મહત્વની ભૂમિકા પ્રદેશ પ્રમુખ દ્વારા બેઠક પ્રમાણે સંયોજકોની નિમણુંક કરવામાં આવી.

સંયોજકો બુથ સુધી પહોંચીને ચૂટણીલક્ષી કામગીરી કરશે સ્થાનિક પ્રમુખ અને વોર્ડ પ્રમુખની સાથે રહીને સંયોજકો કરશે કામગીરી પ્રમુખ અને વોર્ડ પ્રમુખની કામગીરીનું ભારણ ઓછૂ કરવા સંયોજકોની નિમણુંક સભ્ય નોંધણી જુંબેશ તેજ કરવાની પણ સંયોજકની જવાબદારી રાજ્યમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આ બેઠકો જીતવા કોંગ્રેસે ખાસ રણનીતિ તૈયાર કરી છે.

તાલુકા-જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી પહેલા મજબૂત થવા કોંગ્રેસે શરૂ કરી કવાયત. તમામ છેબેઠક વાઇસ સંયોજકને જવાબદારી સોંપવામાં આવી. જે તે વિસ્તારના બુથ સુધી આ સંયોજક પહોંચશે. સંયોજકો તાલુકા અને જિલ્લા જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની બેઠક પર કામ કરશે. સંયોજકો સ્થાનિક પ્રમુખ સાથે જ કામગિરી કરશે અને વોર્ડ પ્રમુખ અથવા તો સ્થાનિક પ્રમુખ પર જ જવાબદારી હતી તેના બદલે જવાબદારી વહેંચાશે. ઉપરાંત સભ્ય નોંધણી જુંબેશ તેજ કરવાની પણ સંયોજકની જવાબદારી રહેશે. ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયામાં પણ આ સંયોજકોની મહત્વની ભૂમિકા રહેશે.