//

કોંગ્રેસ રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, વર્તમાન પરિસ્થિતિની કરશે ચર્ચા

રાજ્યભરમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે લોકોને આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન નબળી બની રહી છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ સાથે બેઠક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિના પગલે કોંગ્રેસ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. તો આ મુલાકાતમાં રાજ્યના રેશન કાર્ડ ધારકોના પ્રશ્ન, ખેડૂતોના પ્રશ્ન સહિત અને નાગરિકોના આર્થિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. મંગળવારના રોજ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળને સમય આપવામાં આવ્યો છે જે અનુસાર કોંગ્રેસ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને અનેક પ્રશ્નો પણ રજૂ કરશે. તો આ મુલાકાતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અને સિનિયર નેતાઓ રાજ્યપાલ સમક્ષ રાજ્યના પ્રશ્નો અને વિવિધ મુદ્દે રજુઆત કરશે.

Leave a Reply

Your email address will not be published.