//

પાર્ટી હાઈ કમાન એક્શનના મૂડમાં, પૂર્વ સાંસદને ફટકારી કારણ દર્શક નોટિસ

બિહાર વિધાનસભામાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લીધે થયેલી હાર બાદ પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઇ છે. જેમાં પાર્ટીઓના અસંતુષ્ટ નેતાઓએ બિહારમાં મળેલી હારનો સામનો કરવા પાર્ટી નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે. આ તકે પાર્ટીમાં એકબાદ એક નેતાઓના નિવેદન બાદ લાગી રહ્યું છે કે નક્કી પાર્ટી કોઇ નક્કર પગલા ભરશે. આ તકે પાર્ટીએ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવનાર પૂર્વ સાંસદ ફુરકાન અંસારીને કારણ દર્શક નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.

પાર્ટી હાઈ કમાન ફુરકાન અંસારીને નોટિસ મોકલી બીજા નેતાઓને એ સમજાવવાનો પ્રયાસ કરવા ઈચ્છે છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ કંઈ પણ બોલતા પહેલા વિચારે. ફુરકાન અંસારીએ નોટિસ આપવાની સાથે જે નેતાઓ પાર્ટી સામે વિદ્રોહનું વલણ બતાવી રહ્યા છે અથવા મુખ્ય નેતૃત્વ પર ઘણા સમયથી સવાલ ઉઠાવી રહ્યા છે તેમને નોટિસ આપવાનો રસ્તો સ્પષ્ટ દેખાઇ રહ્યોં છે.

પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે અનુશાસન પાર્ટીના તમામ સભ્યો માટે એક સરખુ છે. ફુરકાન અંસારીને કારણદર્શક નોટિસ આપ્યા બાદ અન્ય અસંતુષ્ટ નેતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માગ ઝડપી બની છે. પાર્ટીએ અત્યાર સુધી કોઈ પણ નેતા વિરુદ્ધ કાર્યવાહી કરી નથી. પરંતુ લાગી રહ્યું છે કે કેટલાક નેતાઓ પર તવાઈ આવી શકે છે. વધુમાં કહ્યું કે એવું કરવું જરુરી થઈ ગયું છે. કેમ કે નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. જલ્દી ચૂંટણી કાર્યક્રમનું એલાન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.