/

રો-પેક્સ સર્વિસને ધોધાથી દેશની આર્થિક રાજધાની સુધી શરુ કરવા વિચારણા

કેન્દ્ર સરકાર હાલ જળમાર્ગોનો મહત્તમ ઉપયોગ કરી સડકમાર્ગનું ભારણ ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે. હાલમાં સરકાર દ્વારા દેશના જળમાર્ગોને જોડવા માટેની કામગીરી ચાલુ છે. ત્યારે ભાવનગરના ઘોઘાથી દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ વચ્ચે રો-પેક્સની ફેરી સર્વિસ શરુ કરવા માટે વિચારણા ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી મળશે. સરકાર દ્વારા ઘોઘાથી મુંબઇ વચ્ચે રો-પેક્સ સર્વિસ માટે વિચારણા ચાલી રહી છે. ઘોઘા-હજીરા-મુંબઇ વચ્ચે રો-પેક્સ સર્વિસ ચાલુ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.

સરકાર દ્વારા 21000 કિલોમીટર લાંબા વોટરવેઝને જોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં બંને શહેરોને જોડવા માટે સર્વે કરાઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઘોઘા-હજીરા ખાતે રો-પેક્સ સર્વિસ અંગેનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે અને મુંબઇમાં કામગીરી ચાલુ છે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરિ સર્વિસના પ્રારંભ કરાવતા સમયે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશમાં ઉપલબ્ધ 21,000 કિમી લાંબા વોટરવેઝને જોડવા માટે સતત પ્રયત્નશીલ છે.

Leave a Reply

Your email address will not be published.