/

રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવા મામલે વિચારણા

ગાંધીનગર ખાતે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મામલે શિક્ષણપ્રધાનની અધ્યક્ષતામાં આજે ગુરૂવારે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતાં.

બેઠક પૂર્ણ થયા બાદ નિવેદન આપતા જણાવ્યું કે, ‘મુખ્યપ્રધાને આપેલી સૂચનાના અનુસંધાને તૈયારીના ભાગરૂપે શિક્ષણ વિભાગની ઉચ્ચ અધિકારીઓની મીટિંગ બોલાવીને ચર્ચા વિચારણા કરી છે. જેમાં વાઇસ ચાન્સેલરોને એસઓપી તૈયાર કરવાની સૂચના આપી છે. એક બે દિવસમાં ઓનલાઇન ચર્ચા કરીને ધો. 9થી 12 અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેસીને તાત્કાલિક એસઓપી તૈયાર કરે તેવી સૂચના અપાઇ છે. આ એસઓપી તૈયાર થઇ જશે એટલે તુરંત જ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય વિભાગ સાથે બેસીને આગળનો વિચાર કરીશું. શિક્ષણ કાર્યની શરૂઆત ક્યારે કરવી તેનો નિર્ણય આગામી ઉચ્ચ કક્ષાની મીટિંગમાં લેવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાાનની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં શાળાઓ ખોલવી કે નહીં તે અંગે વાઇસ ચાન્સેલરોને એસઓપી તૈયાર કરવાની સૂચના અપાઇ છે. આ સાથે જ ધો. 9થી 12 અંગે ઉચ્ચ અધિકારીઓને એસઓપી તૈયાર કરવાની સૂચના અપાઇ છે. શિક્ષણપ્રધાને જણાવ્યું કે, આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અમે કામ કરીશું. દિવાળી બાદ ઉચ્ચ સ્તરીય બેઠક મળશે તેમાં યોગ્ય નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં CM રૂપાણીએ મહત્વનો આદેશ કર્યો હતો. જે મામલે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દિવાળી બાદ સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવાયો છે. જો કે પહેલા કોલેજો ખોલવાની સરકારની વિચારણા છે.’

કેબિનેટની બેઠકમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.’ પરંતુ આખરે શિક્ષણપ્રધાને આજે ગૂરૂવારે બપોરે યોજેલી બેઠક બાદ સ્કૂલો ખોલવા અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, ‘સ્કૂલો ને કોલેજો ખોલવા અંગે પહેલાં એસઓપી તૈયાર કરાશે. બાદમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય વિભાગ સાથે બેસીને અમે આગળનો વિચાર કરીશું કે આખરે સ્કૂલો-કોલેજો ક્યારે અને કેવી રીતે શરૂ કરવી.

Leave a Reply

Your email address will not be published.