/

70માં દિવસે મહિલાઓના આંદોલન યથાવત

ગાંધીનગરમાં ચાલતા આંદોલનનો આજે 70 મોં દિવસછે  કેટલાક બિન અનામત અને અનામત આંદોલનના આગેવાનોએ સરકાર સાથે મિટિંગ યોજી હતી સરકારે વિવાદિત પરિપત્ર કોર્ટ મેટર હોવાનું બહાનું ધરી આ અંદોલનનો છેદ ઉડાડવાનો પ્રયાસ કરી અને ભરતી પ્રક્રિયામાં સીટો વધારી હતી પરંતુ આંદોલન કરતા મહિલાઓએ સરકારના નિર્ણયને લોલીપોપ ગણાવીને આંદોલન આજે પણ ચાલુ રાખ્યું છે.

LRD ભરતીમાં સરકારના નિર્ણય બાદ પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન 70 માં દિવસે પણ યથાવત છે ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓ વિવાદિત પરિપત્ર રદ કરવાની માંગ સાથે આજે પણ અડગ રહી ને આંદોલન કરી રહી છે વિવાદિત પરિપત્ર 1-08-2018નો ઠરાવ રદ્દ કરવાની માગ જ્યાં સુધી પૂર્ણ નહીં કરે સરકાર ત્યાં સુધી આંદોલનનો અંત આવે તેમ નથી સરકાર દ્રારા ઠરાવ રાડ કરી ને લેખિતમાં જાણ કરે પછી જ આંદોલન સમેટવાની મહિલાઓ એ વાત કરી છે સરકાર OBC, SC અને ST સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ કરી આજે પણ આંદોલન આજે પણ ચાલે છે.

Leave a Reply

Your email address will not be published.