///

કોરોના જંગ- ગૌસેવા ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન કરાયું

કોરોના વાયરસની મહામારીથી આપતીના સમયમાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં જૂનાગઢના કેશોદના પાણખાણ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા એકલાખ અગીયાર હજાર એકસો અગીયારનો ચેક ડેપ્યુટી ડેકલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો છે. આખા વિશ્વ સહિત ભારત દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે દેશ ઉપર મોટી આફત આવી પડી છે ત્યારે આ આફતમાંથી ઉગરવા સેવાભાવિ લોકો દ્વ્રારા મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન કરવામાં આવી રહ્યું છે.. ત્યારે ગૌ સેવા ટ્રસ્ટ દ્વ્રારા એક લાખ અગિયાર હજાર એકસૌ અગિયાર રૂપીયાનો ચેક પ્રધાનમંત્રી રાહત ફંડમા આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક ટ્રસ્ટો, સેવાભાવિ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય લોકો પર મુખ્યમંત્રી રાહતફંડમાં પોતાનું યોગદાન આપી દેશને સહાય કરી રહ્યા છે.. મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવેલા રૂપિયાનો જરૂરિયાત અનુસાર કોવિડ-19 સામે લડવા ઉપયોગ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.