///

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં બિન શૈક્ષણિક ભરતીને લઈને વિવાદ સર્જાયો

રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં થઈ રહેલી બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીને લઈને સતત વિવાદ ઊભા થઈ રહ્યાં છે. ત્યારે આ બિન શૈક્ષણિક સ્ટાફના સંદર્ભમાં સૂચનાઓ છે કે, લેખિત માર્ગદર્શન ન હોવાથી જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીઓએ અલગ અલગ માપદંડો મુજબ કાર્યવાહી કરવામાં આવે. જેના કારણે શાળા સંચાલકો મૂંઝવણમાં મૂકાય જાય છે.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખે રજૂઆત કરી છે કે, 26 ઓક્ટોબર 2009ના ઠરાવનો અમલ કરવામાં આવે અને જૂના ધારાધોરણો મુજબનો અમલ જિલ્લા કક્ષાએ થાય તેવી સૂચનાઓ આપવામાં આવે. સાથે જ તેની સાથે ડીઇઓ દ્વારા ઇચ્છા મુજબના થતાં અર્થઘટન પણ બંધ થાય અને શાળામાં ફરજ બજાવતાં કર્મચારીઓને શાળા, ગામ કે શહેર બદલવામાંથી મુક્તિ આપવામાં આવે. ઉપરાંત ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા 6 ઓક્ટોબર 2009ની લેખિત સૂચના મુજબ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં મંજૂર થતું બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ વિદ્યાર્થી આધારિત છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ ઠરાવ સ્પષ્ટ હોવા છતાં રાજયની ગ્રાન્ટેડ શાળાઓના બિન શૈક્ષણિક સ્ટાફ સંદર્ભે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્રારા માતૃસંસ્થામાંથી અન્ય સંસ્થામાં કામગીરી સોંપવાના હુક્મો થયા છે. આ કર્મચારીઓ રાજય સરકારના સેવકની વ્યાખ્યામાં આવતાં નથી. જેથી આ હુક્મ કરી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published.