///

સોલા સિવિલમાં 10 લોકોને કોરોના ટ્રાયલ વેક્સિન અપાઇ

દેશ સહિત રાજ્યોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ વચ્ચે સારા સમાચાર પણ સામે આવી રહ્યાં છે. મંગળવારના રોજ આવી પહોંચેલી વેક્સિનની ટ્રાયલ આજે ગુરૂવાર સવારથી સોલા સિવિલ ખાતે આપવાની શરૂઆત કરી હતી. જેમાં અત્યારસુધીમાં આ વેક્સિન 10 લોકોને અપાઇ છે. ટ્રાયલ માટે હાલમાં લોકો સિવિલ ખાતે આવી રહ્યાં છે.

હાલ ભારત બાયોટેકની આત્મનિર્ભર વેક્સિન માટે મેડિસિન વિભાગમાં ટ્રાયલ રૂમ બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, લેબમાં કોલ્ડસ્ટોરેજમાં આ વેક્સિન થ્રી લેયર સુરક્ષામાં સાચવવામાં આવી રહી છે. જે માટે ખાસ સિક્યોરિટી રાઉન્ડ ધ ક્લોક ગોઠવવામાં આવી છે.

સોલા સિવિલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મેડિસિન વિભાગમાં કોરોનાની ટ્રાયલ વેક્સિન આપવામાં આવશે. જ્યાં વોલન્ટિયરને પ્રાથમિક ચેક કરીને તેને આજે ગુરૂવાર સવારે 10 કલાકથી વેક્સિન આપવાની શરૂઆત કરી છે. આ વેક્સિન હાલ હોસ્પિટલમાં આવેલી લેબમાં રાખવામાં આવી છે. જેના માટે કોલ્ડસ્ટોરેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.