////

કોરોના, બ્લેક બાદ હવે વ્હાઈટ ફંગસનો ખતરો મંડરાયો, પટનામાં 4 દર્દીઓ થયા સંક્રમિત

દેશમાં કોરોના બાદ બ્લેક ફંગસનો કહેર વધ્યો છે, ત્યારે હવે વ્હાઈટ ફંગસના દર્દીઓ મળી આવતા હડકંપ મચ્યો છે. પટનામાં બ્લેક ફંગસ કરતા પણ ઘાતક ગણાતી આ બીમારીના ચાર દર્દીઓ હાલ મળી આવ્યા છે. સંક્રમિત દર્દીઓમાં પટનાના એક ફેમસ સ્પેશિયાલિસ્ટ પણ સામેલ છે.

આ બીમારી બ્લેક ફંગસ કરતા પણ વધુ જોખમી જણાવાઈ રહી છે. કહેવાય છે કે, વ્હાઈટ ફંગસથી પણ કોરોનાની જેમ ફેફસા સંક્રમિત થાય છે. ફેફસા ઉપરાંત સ્કિન, નખ, મોઢાના અંદરના ભાગ, પેટ અને આંતરડા, કિડની, ગુપ્તાંગ અને બ્રેન વગેરેને પણ સંક્રમિત કરી શકે છે.

પટનામાં અત્યાર સુધીમાં વ્હાઈટ ફંગસના ચાર દર્દીઓ સામે આવી ચૂક્યા છે. PMCH માં માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો. એસએન સિંહે આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું કે ચાર દર્દીઓમાં કોવિડ-19 જેવા લક્ષણો હતા. આ દર્દીઓ કોરોનાથી નહીં પરંતુ વ્હાઈટ ફંગસથી સંક્રમિત હતા. દર્દીઓમાં કોરોનાના ત્રણેય ટેસ્ટ રેપિડ એન્ટીજન, રેપિડ એન્ટીબોડી અને આરટી-પીસીઆર નેગેટિવ આવ્યા હતા. તપાસ થતા ફક્ત એન્ટી ફંગલ દવાઓથી તેઓ સાજા થઈ ગયા.

વ્હાઈટ ફંગસ દ્વારા ફેફસાના સંક્રમણના લક્ષણ એચઆરસીટીમાં કોરોના જેવા જ દેખાય છે. જેમાં તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. આવા દર્દીઓમાં રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆર નેગેટિવ આવે છે. ડોક્ટરનું કહેવું છે કે જો એચઆરસીટીમાં કોરોનાના લક્ષણો જોવા મળે તો વ્હાઈટ ફંગસની જાણકારી મેળવવા માટે કફની તપાસ જરૂરી છે.

જોકે વ્હાઈટ ફંગસના પણ એ જ કારણ છે જે બ્લેક ફંગસના છે જેમ કે રોગ પ્રતિકારક શક્તિની કમી. ડાયાબિટિસ, એન્ટીબાયોટિકનું સેવન કે પછી સ્ટેરોઈડનું લાંબા સમય સુધી સેવન. કેન્સરના દર્દીઓએ જે દવા પર છે, તેમને તે જલદી જકડી લે છે.

પટનામાં બ્લેક ફંગસના બુધવારે 19 નવા દર્દીઓ મળ્યા છે. એઈમ્સમાં આઈજીઆઈએમએસમાં 9 દર્દીઓ દાખલ થયા છે. બુધવારે બે દર્દીની સર્જરી કરવામાં આવી. અત્યાર સુધીમાં સાત દર્દીની સર્જરી થઈ છે. જ્યારે હજુ પાંચ દર્દીઓની સર્જરી થવાની છે.

Leave a Reply

Your email address will not be published.