////

કોરોનાનો કકળાટ : રાજકોટ તંત્ર કેટલું એલર્ટ ?

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ભારે સ્વરૂપ લઇ રહ્યો છે ત્યારે હવે ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ હરકતમા આવી સતર્ક બન્યું છે. વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર ચકાસણી કરી ખાસ સુવિધા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાં રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લામાં થાઈલેન્ડ અને દુબઈથી આવેલા 10 વ્યક્તિઓને ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યા છે જેનું મોનીટરીંગ રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર કરી રહ્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ આયસોલ્યુશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં તમામ 10 વ્યક્તિને ઓબ્ઝર્વ ખાતે રાખવામાં આવ્યા છે. ખાસ મનપા દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે જેમાં શરદી , ઉધરસ , તાવ તેમજ ગળામાં દુખાવા જેવી ફરિયાદ જણાય તો સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રિપોર્ટ કરાવવા સાથે જ બને ત્યાં સુધી ખાસ એકબીજાનો ચેપ ન લાગે તે માટે હાથ મિલાવવા બદલે નમસ્તે રાજકોટ કરવા સૂચન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.