/

કોરોના વાયરસે સામજિક ભેદભાવને જન્મ આપ્યો

કોરોના વાયરશે હાહાકાર મચાવ્યો છે. જે ચીનીઓને દુનીયા શક્તિશાળી માનતી હતી. તેમને હવે શંકાની નજરે જોવા લાગી છે. ચીનની સાથે એશિયાઈ દેશોના નાગરિકોને પણ શંકાની નજરે જોવામા આવી રહ્યાં છે. મહાસતા અમેરિકામા મોટી સંખ્યામા ચીની લોકોનો વસવાટ છે.

હરિફાઈના સમયમા ઘણા અમેરિકન પહલાથી ચીની પ્રત્યે નફરત છે. પણ મોકો મળે ત્યારે નફરત વધારવાનો મોકો નથી છોડતા.આગથી પિડાતા ઓસ્ટ્રેલિયાના લોકો તો એશિયનો સાથે હાથ મિલાવાનુ બંધ કર્યુ છે. આવી ઘટનાઓ ઇટલી,કેનેડા જેવા દેશોમા પણ બની રહી છે

ચીનમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે અને બીજી તરફ આ વાયરસનુ એપી સેન્ટર મનાતુ વુહાન શહેર ભૂતિયા જંગલમાં બદલાઈ ગયુ હોય તેવી હાલત છે.  અમેરિકાના મીડિયા રિપોર્ટસ પ્રમાણે ચીનના લાખો લોકો પોતાના ઘરે જઈ શકતા નથી. તેમને ડર છે કે, તેમને પણ કોરોના વાયરસનો ચેપ લાગશે. સરકાર લોકોને પોતાના પાડોશીઓ અંગે જાણકારી આપવા માટે કહી રહી છે. ચીની નવા વર્ષ નિમિત્તે વુહાન છોડીને બીજા શહેરોમાં ગયેલા લોકોને ચીનની સરકાર શોધી રહી છે અને એટલા માટે જ આખા ચીનમાં સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત વુહાનની મુલાકાત લઈને પોત પોતાના શહેરોમાં પાછા ફરેલા ચીની નાગરિકોને પણ પોલીસ ઘરની બહાર નીકળતા અટકાવી રહી છે. ચીનના ઉત્તરી પ્રાંત હુબેઈમાં તો વુહાનથી પાછા ફરેલા લોકોની જાણકારી આપનારાને 10,000નુ ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે. ચીનમાં તો એવી પણ તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં લોકો રસ્તા ખોદી રહ્યા છે જેથી બહારના લોકો પોતાના વિસ્તારમાં ના આવે.ચીનના વિવિધ શહેરોમાં વુહાનથી આવનારા લોકોને તો હોટલોમાં પણ રૂમ આપવાનો ઈનકાર કરાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.