/

કોરોના બન્યો ખતરનાક, જાણો અહીં ચીન કરતા વધુ મોત થયા

કોરોનાના કહેરે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ચીન, ઈટલી અને ઈરાક સહિત અમેરિકા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે.. કોરોનાના કારણે અમેરિકામાં ચીનથી વધારે મોત થયા છે.. અમેરિકામાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 3400થી વધુ છે જ્યારે ચીનમાં 3309 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં સૌથી વધારે અમેરિકામાં 175067 લોકો કોરોનાથઈ સંક્રમિત થયા છે.. ઉલ્લેખનીય છે કે 2019 ડિસેમ્બરથી ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાયરસ જન્મ્યો છે અને સમગ્ર વિશ્વ સુધી ફેલાયો છે.. તો કોરોનાની ઝપેટમાં અત્યાર સુધી 180થી વધુ દેશો આવી ગયા છે. અમેરિકામાં સૌથી વધુ અસર ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જોવા મળી છે. ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયાઓએ જણાવ્યું કે- હાલનો સમય યુદ્ધ જેવા વાતાવરણ સામે લડવાનો છે અને તેમાં બધાના સહયોગની જરૂર છે.

ન્યૂયોર્કની હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધુ કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને તંત્રએ હેલ્થ વર્કર્સને સ્વેચ્છાએ આગળ આવવા અપીલ કરી છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી અત્યાર સુધી ઈટાલીમાં સૌથી વધુ મોત થયા છે. અહીં કોરોનાના કારણે 12 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.. જ્યારે 1,05,792 લોકો કોરોનાથી સંક્રમિત છે. કોરોનાથી ઈટલી બાદ સ્પેનમાં સૌથી વધારે મોત થયા છે.. સ્પેનમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા આશરે 94,417 છે. વિશ્વભરમાં આશરે 8,28,00 લોકો કોરોનાથી સંક્રમિત છે જ્યારે 41,261 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.