////

દેશની રાજધાનીમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, નવા 7,178 કેસ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત વધતો જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે. દિલ્હીમાં 7178 નવા કેસ સામે આવ્યાં છે, જ્યારે વધુ 64 દર્દીઓના મોત નોંધાયા છે. નવા કેસો આવતાની સાથે જ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4,23,831 પર પહોંચી ચૂકી છે. આ સાથે જ અહીં અત્યાર સુધીમાં 6833 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

તો બીજી બાજુ રાહતની વાત છે કે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 6121 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ દિલ્હીમાં કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધીને 3,77,276 પર પહોંચી ચૂકી છે. હાલ અહીં 39,722 કોરોનાના એક્ટિવ કેસો છે. આંકડા પર નજર નાંખીએ તો, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 12.19 ટકા છે. જ્યારે રિકવરી રેટ 89.01 ટકા પર પહોંચ્યો છે. આ સિવાય ડેથ રેટ 1.61 ટકા અને એક્ટિવ દર્દીઓનો દર 9.37 ટકા છે.

દિલ્હીમાં કુલ 3754 કન્ટેનમેન્ટ ઝોન છે અને 23,679 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. અહીં અત્યાર સુધીમાં 49,91,587 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યાં છે. જેમાં ગત એક દિવસમાં જ 58,860 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અગાઉ ગુરુવારે પણ દિલ્હીમાં કોરોનાથી થયેલા મરણે 4 મહિનાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. જ્યારે ગુરુવારે 66 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.