/

કોરોના કોલર ટ્યુનનો કકળાટ લોકો ત્રાહિમામ

સમગ્ર દેશમાં ચીનનો કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ચીન સહીતના દેશમાં મોતનો આંક વધી રહ્યો છે ત્યારે સરકાર રાજ્યો અને કેન્દ્ર સરકાર દ્રારા કોરોના વાયરસ ડામવા અથાગ પ્રયન્ત કરી રહી છે પરંતુ લોકોમાં કોરોનના વાયરસનો ભય આજે પણ યથાવત છે તેવા માં હવે મોબાઈલ કંપનીઓ પણ કોરોના વાયરસનો ભય ફેલાવવા નું જાણે બીડું જડ્પ્યું હોય તેમ દરેક નેટવર્ક પર કોરોના વાયરસ ની કોલર ટ્યુન ફરજીયાત ચલાવી રહી છે લોકોને ગમે કે ના ગમે કોઈ પણ મોબાઈલમાં કોલ કરો એટેલ કોરોના કોલર ટ્યુન શરૂ થઇ જાય છે જેને લઇને ઈમરજંસી સેવા પર માંથી અસર પડી રહી છે કોઈ ઘટના કે દુર્ઘટના બને તો ઇમરજન્સી સેવાના નબરો પર પણ થોડી જ ક્ષણો માટે કોરોના કોલર ટ્યુન ફરજીયાત સાંભળવી પડે છે.

જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કોલર ટ્યુન મોબાઈલ ધારકે બંદ કરવી હોઈ તો પણ ખાનગી કંપનીઓ આ ટ્યુન બંદ નથી કરતી જેના કારણે લોકો માટે કોરોના વ્યાસ કરતા આ ટ્યુન વધુ ભડકાવ બની રહી હોવાનું લોકો કહી રહ્યા છે સરકારે આવી કોલર ટ્યુન લોકોના ખિસ્સા  ખંખેરવા કે કંપની ને માલામાલ કરવા આવી કોલર ટ્યુન લગાડી હોવાનું પણ લોકો કહી રહ્યા છે માનસિક ત્રાસ આપતી કોલર ટ્યુન બંદ કરી સરકારે લોકોને રાહત આપવી જોઈ એ તેવી પણ લોક માંગ પ્રબળ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published.