///

કોરોનાના કારણે પુરૂષોની સેક્સ લાઇફમાં પડી શકે છે મુશ્કેલી, સામે આવી આ ગંભીર સમસ્યા

કોરોના વાયરસથી સ્વસ્થ થયા બાદ લોકોએ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયરસ પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પર અસર કરી રહ્યો છે અને કોરોના સંક્રમિત થવાના કારણે પુરુષોમાં નપુંસકતા આવી શકે છે. આ અગાઉ પહેલા એવું કહેવાતું હતું કે કોરોના વેક્સિન મૂકાવવાથી નપુંસકતાનું જોખમ છે જો કે ડોક્ટરોએ તેને સંપૂર્ણ રીતે અફવા ગણાવી હતી.

યુનિવર્સિટી ઓફ મિયામીના રિસર્ચર્સ દ્વારા વર્લ્ડ જનરલ ઓફ મેન્સ હેલ્થમાં પ્રકાશિત સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અને સંક્રમિત ન થયેલા પુરુષોના ટિશ્યૂમાં અંતરને વિસ્તારથી જણાવ્યું છે. રિસર્ચ મુજબ કોરોના વાયરસ શરીરમાં લોહીની નસોને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી શરીરના અનેક અંગોમાં લોહીના સપ્લાયને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પણ સામેલ છે. બ્લડ ફ્લો ઓછો થવાથી ઈરેક્ટાઈલ ડિસ્ફન્ક્શન (નપુંસકતા) ની સમસ્યા ઉભી થઈ રહી છે.

યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિનના રિપ્રોડક્ટીવ યુરોલોજી પ્રોગ્રામના એસોસિએટ પ્રોફેસર અને ડાઈરેક્ટરે આ સ્ટડીનું નેતૃત્વ કર્યું. તેમને કહ્યું કે અમે જોયું છે કે પુરુષ કોવિડથી સંક્રમિત થયા બાદ ઈરેક્ટાઈલ ડિસ્ફન્ક્શન (નપુસંકતા)ની ફરિયાદો કરવા લાગ્યા છે. નપુંસકતા વાયરસનો પ્રતિકૂળ પ્રભાવ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.