//

Breaking News : કોરોનાના કેસમાં સતત વધારો આંકડો 144 પર પહોંચ્યો, જાણો કેમ વધી રહ્યા છે આટલા કેસ

કોરોનાને લઇ સતત માઠા સમાચાર આવી રહ્યા છે આજે પણ રાજ્યમાં નવા 16 કેસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. 2 દર્દીઓની હાલત બગાડતા આ બંને દર્દીઓને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 144 કેસ થઇ ચુકી છે. કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે રાજ્યમાં 11 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 64 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કહ્યું કે હાલ તમામ કેસો વધી રહયા છે તે તમામ કેસ જમાત સાથે જોડાયેલા અથવા તો તેના કારણે ફેલાયેલા છે લઘુમતી વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો છે. અમદાવાદમાં વધુ 11 કેસ નોંધાયા ચસ. લોકલ transmission ના 85 કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં કુલ કેસનો આંકડો 64 પર પહોંચ્યો ત્યારે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે લોક ડાઉન નુંહજુ ચુસ્તપણે પાલન કરો.

Leave a Reply

Your email address will not be published.