////

ચેતી જજો ! રાજ્યમાં કોરોનાના કેસ જેટ ગતિએ સતત વધવા તરફ જ, છેલ્લા 24 કલાકમાં આંકડો પહોંચ્યો 1100ને પાર

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1122 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 775 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,81,173 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ 2,71,433 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,430 પર પહોંચ્યો છે.

રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સિનેશન દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સિનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સિનેશન સેન્ટર ખાતે રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ વેક્સિનેશન કરવામાં આવશે.

અત્યાર સુધીમાં કુલ 22,71,145 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,54,662 વ્યક્તિઓના બીજા ડોઝનું વેક્સિનેશન પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 52,952 વ્યક્તિઓનું વેક્સિનેશન કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ વેક્સિનના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં કોવિડ-19 ના 1122 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 775 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.54 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,71,433 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5,310 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 5,249 લોકો સ્ટેબલ છે. 2,71,433 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,430 લોકોનાં મોત નિપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published.