///

છેલ્લા 45 દિવસમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, રિકવરી રેટ વધ્યો : સ્વાસ્થ્ય મંત્રાલય

હાલમાં દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સાથે રિકવરી રેટમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે આ અંગે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં 76.7 ટકા કોરોનાના કુલ સક્રિય કેસો આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છે. જ્યારે છેલ્લા 45 દિવસમાં કોરોનાથી રિકવર ન થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, તો સામે કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર કેન્દ્ર સરકારે તત્કાલ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. સાથે જ આઈસીયૂના બેડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો દરરોજ કોરોના ટેસ્ટની તપાસ પણ વધારવામાં આવી છે, જે 1થી 1.2 લાખ સુધી છે. શારીરિક અંતરનું પાલન કરતા શંકાસ્પદ દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે.

વધુમાં તેમણે કહ્યું કે, લોકોએ તે નક્કી કરવું જોઈએ જો તેનામાં કોઈ લક્ષણ નજર આવે તો તત્કાલ ટેસ્ટ કરાવવા જોઈએ. કોરોના ટેસ્ટ કરાવવામાં કોઈ સંકોચ કરવો જોઈએ નહીં. કોરોનાના સંક્રમણને રોકવા માટે દિલ્હીના 4000 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કેન્દ્ર સરકાર તરફથી મેન પાવર વધારવામાં આવશે.

આ ઉપરાંત જૂન બાદ કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. ઓગસ્ટના મધ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબરના મહિનામાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો આવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં કોરોનાના ઓછા કેસ જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published.