/

રાજ્યમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, કુલ ૮૭ કેસ નોંધાયા

કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકડાઉન હોવા છતા પણ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિ દ્વારા પ્રેસ કોનફરન્સમાં માહિતી આપવામાં આવી છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 87 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5 કેસ વધ્યા છે જેમાં 2 પોરબંદર, 2 સુરત, 1 પંચમહાલના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યંતિ રવિએ વધુમાં જણાવ્યું કે 87 કોરોનાના સંક્રમિત દર્દીઓ પૈકી 71 દર્દીઓ હાલ સ્ટેબલ છે.. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 57 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ સારવાર બાદ મહિલા સાજી થતા તેને બી.જે મેડિકલમાંથી રજા આપવામાં આવી છે.. તો સુરતમાંથી બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે જે પૈકી એક કેસ 22 વર્ષીય યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો છે. યુવાનને લોકલ ટ્રાન્સમિશનનો ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.