//

આ મહિનાના અંતમાં ભાગી જશે કોરોના, ચીનના વૈજ્ઞાનિકનો સૌથી મોટો દાવો

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનની વચ્ચે બધાના મનમાં એક જ સવાલ છે કે આ લોકડાઉન કયારે પૂર્ણ થશે? વિશ્વના અનેક નેતાઓ અને વૈજ્ઞાનિકો પણ આ સવાલ પર મનોમંથન કરી રહ્યા છે કે કોરોના કહેરનો ક્યારે અંત આવશે. ચીનના સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકનો દાવો છે કે આવનારા ચાર અઠવાડિયામાં એટલેકે એક મહિનાની અંદર કોરોના વાયરસની અવધી પૂરી થશે.ચીનના વૈજ્ઞાનિક ડો.જોગ નાનશાને જણાવ્યું છે કે-એપ્રિલ મહિનાના અંત સુધા કોરોના વાયરસનું કહેર પૂર્ણ થશે. ડો.નાનશાનનું કહેવું છે કે ચીન હવે બીજી વાર આ વાયરસથી સંક્રમિત નહીં થાય. ચીનના એક ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે- દુનિયાના ઘણાં દેશોએ કોરોનાને રોકવા માટે લોકડાઉન અપનાવ્યું છે તે આ વાયરસને અટકાવવા માટે ઘણો પ્રભાવીત નિર્ણય છે. એપ્રિલના અંત સુધી આ વાયરસ પૂર્ણતાના આરે આવી જશે.

ઉલ્લેખનીય છે કે ચીનના વુહાન શહેરમાં કોરનાથી પીડિત લોકો સાઝા થયા હતા પરંતુ થોડા સમય પછી તેની અસરો દેખઈ રહી છે જેને લઈને ડો.નાનશાને કહ્યુ કે- આવું કોઈ વાર જ થાય છે, તેઓનું કહેવું છે કે- શરીરમાં રહેલા એન્ટીબોડીઝના કારણે વ્યક્તિ સાજો થયા બાદ ફરી વાર સંક્રમિત થાય છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અમેરિકા, ઈટલી અને તમામ યૂરોપિયન દેશ સહિત વિશ્વમાં કોરોના વાયરસના કારણે 9.42 લાખ લોકો સંક્રમિત થયા છે.. તો આ મહામારીનું સૌથી વધુ કહેર અમેરિકા અને ઈટલીમાં જોવા મળી રહ્યું છે. અમેરિકામાં અત્યાર સુધી આ સંક્રમણથી 2.16 લાખ લોકો શિકાર થયા છે. ઈટલીમાં અત્યાર સુધી 1.10 લાખ લોકો આ કોરોનાથી પોઝિટિવ છે.

Leave a Reply

Your email address will not be published.