//

અમેરિકામાં કોરોનાનો કહેર, મોદી સરકાર પાસે માંગી મદદ

ચીનના વુહાનથી શરૂ થયેલા જીવલેણ કોરોના વાયરસે અમેરિકામાં હડકંપ મચાવ્યું છે ત્યારે અમેરિકાની નજર મદદ માટે ભારત પર ટકેલી છે. તો યુ.એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ટેલીફોનિક વાતચીત થઈ હતી. આ વાતચીતમાં કોરોના સામે સામૂહિક રીતે લડવાની ચર્ચા થઈ હતી. આ વાતચીત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ પીએમ મોદીને હાઈડ્રોક્સાઈકલોરોક્વિન ગોળીઓનો માલ મોકલવા વિનંતી કરી હતી. કોરોના દર્દીઓની સારવાર માટે હાઈડ્રોકલોક્વિન ટેબલેટનો ઉપયોગ થાય છે. કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલી એક પ્રેસમાં ટ્રમ્પે કહ્યું હતું કે- આજે મેં પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી રોકવામાં આવેલ હાઈડ્રોક્સાઈકલોરોક્વિન ટેબ્લેટના કન્સાઈમેન્ટને મુક્ત કરવાની વિંનતી કરી છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભારત આ દવાનું મોટાપાયે ઉત્પાદન કરે છે. ભારતને તેમના લોકો માટે ફણ આ દવાની જરૂર પડશે. તેમની વસ્તી આશરે 1 અબજથી વધુ છે. ટ્રમ્પે કહ્યું કે જો તેઓ અમારુ ઓર્ડર મોકલે તો હું આભારી રહીશ.. તો આ દરમિયાન યુ.એસના વિદેશ સચિવ માઈક પોમ્પિયો અને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર વચ્ચે પણ વાતચીત કર્યાના અહેવાલ છે. તો બંન્નેની વાતચીતમાં કોરોના વાયરસ ફાઈટ અંગે ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.