//

કૉરોનાથી ક્રૂડ ઓઈલની ચાલ બગડી

ચાઈનામાં કોરોના વાઈરસના કારણે ક્રૂડની માગમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જેની અસર કિંમતો પર રહેતા રાતોરાત ક્રૂડ ઓઈલના ભાવમાં 3%નો મોટો ઘટાડો નોંધાયો. ચાઈના વિશ્વનું સૌથી મોટું ક્રૂડ ઇમ્પોર્ટર છે, અને દુનિયાનું બીજુ સૌથી મોટું ગ્રાહક પણ છે, સાથે જ ગત વર્ષે ચાઈનાએ ક્રૂડનું રેકોર્ડ ઇમ્પોર્ટ કર્યું હતું.

હવે ચાઈનાની બજારોમાં ક્રૂડની માગને જોતા ઓઈલ માર્કેટમાં ચિંતા વધી ગઈ છે, નિષ્ણાતો મુજબ કોરોના વાઈરસની સમસ્યા ઓછી નહી થાય તો ક્રૂડની કિંમતો પર દબાણ હજુ વધુ વધી શકે છે, આ બધાની વચ્ચે એક મહિનામાં બ્રેન્ટમાં 24%નો ઘટાડો નોંધાયો છે.

હવે OPEC આજે અને આવતીકાલે વૈશ્વિક માગ અને કિંમતોને ધ્યાનમાં લેતા એક બેઠક કરવાની છે. આ સમાચારની ભારત પર અસર જોઈએ તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published.