////

અમદાવાદ: સિવિલમાં કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની ફાયર ઓડિટ કમિટીએ કરી સમીક્ષા

આજે ફાયર ઓડિટ કમિટીએ અમદાવાદની સિવિલમાં આવેલી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા હાથ ધરી હતી. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલની ફાયર સેફ્ટી અંગે સમિક્ષા કરવા એક ઓડિટ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના સભ્યોએ કોરોના સમર્થિત હોસ્પિટલની મુલાકાત લઇને ફાયર સેફ્ટીની ઉપલબ્ધ સુવિધાઓ, મેડિકલ ઉપકરણો, ઇલેક્ટ્રીફીકેશન અને હોસ્પિટલના સંશાધનોની ફાયર સેફટીનું ઓડીટ કર્યું હતુ.

રાજ્ય સરકારે ફાયર સેફ્ટી માટેના નિર્ધારિત કરેલા માપદંડો પ્રમાણે હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની સમીક્ષા કરી હતી. ઓડિટ કમીટીના અધિકારીઓ પ્રભાવિત થયા હતા. અહીં ઉપલબ્ધ ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ, વ્યવસ્થાપનની સમીક્ષા કરી કમિટીએ સંતોષ વ્યક્ત કર્યો.

સાથે જ કમિટીના સભ્યોએ કોરોના ડેડિકેટેડ હોસ્પિટલના વોર્ડ, લિફ્ટ તેમજ અન્ય સ્થળોએ ફાયર સેફ્ટીની ઉપલબ્ધ સુવિધાઓ અંગેનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આગ લાગવાના આકસ્મિક સંજોગોમાં ઉપલબ્ધ વ્યવસ્થાઓ તેમજ સ્ટાફની તૈયારી વિશેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

કમટીના સભ્યોએ નિરીક્ષણ બાદ ફાયર સેફ્ટી માટેની ઉપલબ્ધ સુવિધાઓને વધુ શ્રેષ્ઠ બનાવવાના કેટલાક સુચનો પણ કર્યા. હોસ્પિટલની મુલાકાત અંગેનો પ્રતિભાવ આપતા એડિશનલ ચીફ ફાયર અધિકારી આર.જે. ભટ્ટે કહ્યુ્ં કે, કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટેના તમામ માપદંડોને અનુસરવામાં આવી રહ્યા છે. ફાયર સેફ્ટીના તમામ ઉપકરણોની જાળવણી શ્રેષ્ઠ રીતે કરવામાં આવી રહી છે. રાજ્યની તમામ કોરોના ડેડિકેટેડ સરકારી, ખાનગી અને મ્યુન્સિપિલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સંલ્ગ્ન મુલાકાત હાથ ધરીને તેનું સેફ્ટી ઓડિટ હાથ ધરવામાં આવ્યુ છે.

આ મુલાકાતમાં ચીફ ફાયર અધિકારી એમ.એફ. દસ્તુર, ચીફ ઇલેક્ટ્રીકસીટી ઇન્સ્પેક્ટર એચ.એચ.ખોજા, GM ડૉ. ચેતના દેસાઇ, એ.સી.બી.ના આસિસટ્ન્ટ ડાયરેર્ટર આશુતોષ પરમાર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.