////

કોરોના ઈફેક્ટ: GPSCએ મેડિકલ ટીચરની પરીક્ષા મોકૂફ રાખવાનો લીધો નિર્ણય

કોરોના સંક્રમણ વધવાને પગલે GPSCએ પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા રાજ્યની મેડિકલ કોલેજો માટે મેડિકલ ટીચરોની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષા 22, 24, 26, 28 અને 29મી નવેમ્બરના રોજ યોજાનારી હતી. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં શુક્રવાર રાતથી સોમવારે સવારના છ વાગ્યા સુધી લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જેના પગલે રાજ્યના વિવિધ શહેરોમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યાં મર્યાદિત કર્ફ્યૂની વિચારણા ચાલી રહી છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતાં શુક્રવાર રાત્રીના 9 વાગ્યેથી સોમવાર સવારના 6 વાગ્યે સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને GPSC દ્વારા આગામી 22મી નવેમ્બરથી શરૂ થતી મેડિકલ ટીચર્સની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિણર્ય કર્યો છે.

GPSCએ કરેલી સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે કે, વર્તમાન સ્થિતિને પગલે સરકારી મેડિકલ કોલેજોમાં મેડિકલ ટીચર્સની ભરતી માટે જે પરીક્ષા 22મી નવેમ્બરથી યોજવવાની હતી તેને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. મેડિકલ ટીચર્સના પદ માટે નવેમ્બર મહિનામાં 22, 24, 26, 28 અને 29 તમામ તારીખે યોજવનારી પરીક્ષા મુલત્વી રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ મુદ્દે ઉમેદવારોને SMS અને ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે. આ સિવાય ઉમેદવારોએ નવી તારીખ વેબસાઈટ પર પણ જોઈ શકશે.

સમગ્ર દેશમાં આવતીકાલથી વિવિધ સેન્ટરો પર CAની પરીક્ષા લેવામાં આવશે. જોકે અમદાવાદમાં કર્ફયું છે, ત્યારે CAની પરીક્ષા અંગે હાલ કોઈ નિણર્ય લેવામાં આવ્યો નથી. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં રૂટિન એસટી સેવા પણ ઉપલબ્ધ રહેશે નહિ.

Leave a Reply

Your email address will not be published.