/

કોરોના ઈફેક્ટ- સાબરકાંઠામાં ફેસબુક લાઈવ અને વીડિયો કોન્ફરન્સથી સગાઓનો સધિયારો

કોરોના વાયરસના પગલે દેશભરમાં લોકડાઉન છે જ્યારે લોકડાઉન દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પુંસરીમાં સ્નેહીના નિધન પર સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી ડિઝટલ બેસણું યોજ્યું હતું..તો પરિવારજનોએ ફેસબુક લાઈવ અને વીડિયો કોન્ફરન્સથી ડિઝિટલ બેસણું કર્યું હતું.. ઉલ્લેખનીય છે કે સામાજિક રીતરિવાજ અનુસાર બેસણું કરવાની પ્રથા છે પરંતુ સમયને માન આપી નિર્ણય લઈને ડિઝિટલ બે સણું યોજ્યું હતું.. સગા સંબંધીઓની ભીડ એકઠી ન થાય તે માટે બેસણું સહિત તમામ વિધિ એકજ દિવસમાં પૂર્ણ કરાઈ હતી..તો ડિઝિટલ બેસણાં માટે પુંસરી ગ્રામ પંચાયતની એક આઈડી અને મૃતકના ભત્રીજાના આઈડીનો ઉપયોગ કરી ગુજરાતમાં રહેતા સંબંધીઓ જોડાયા હતા.. તો સમયની ગતિ સામે ટેકનોલોજીનો ઉપયોગ કરી 150 જેટલા લોકોએ ડિજિટલ શ્રદ્ધાંજ્લિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.