////

કોરોના ઈફેક્ટ : હવે અમદાવાદમાં બગીચા મર્યાદિત સમય માટે જ રહેશે ખુલ્લા

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા બગીચા મર્યાદિત સમય સિવાય બંધ જ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્ડન્સ-પાર્કમાં ભીડ પર અંકુશ મુકવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સવાર અને સાંજે માત્ર બે-બે કલાક બગીચા ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે સવારે 7થી 9 વાગ્યા સુધી અને સાંજે 5થી 7 વાગ્યા સુધી જ બગીચા-પાર્ક જાહેર જનતા માટે ખોલવામાં આવશે બાકીના સમયમાં બંધ રહેશે.

રાજ્યમાં એક તરફ કોરોનાનો આતંક અને બીજી બાજુ શિયાળાની શરુઆત થઇ રહી છે. આ સીઝનમાં લોકો મોર્નિંગ કે ઇવનિંગ વોક માટે પણ બહાર નીકળતા હોય છે. પરંતુ AMCના કડક નિયમ ને કારણે હવે શહેરીજનોને ઘરોમાં પુરાવાનો વારો આવી રહ્યો છે. તો બીજી બાજુ ફરીથી વીકએન્ડ કરફ્યૂની તૈયારી પણ થઇ રહી છે. આ વખતે તો માત્ર અમદાવાદ જ નહીં ચારેય મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ વીકએન્ડ કરફ્યૂ લાગવામાં આવી શકે છે.

શહેરના માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં એક જ દિવસમાં સૌથી વધુ વિસ્તારોનો સમાવેશ છે. જેમાં 45 નવાવિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનના વિસ્તારો છે. આ 45 વિસ્તારોના 2055 ઘરોના 7749 લોકોને ઘરોમાં કવોરન્ટાઇન કરી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published.