////

કોરોના ઈફેક્ટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ કરી રદ

હાલમાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે હાલ રાજ્યમાં અમદાવાાદ સહિત રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આ પહેલા પણ અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિને પગલે 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે હલે કોરોનામાં વધતા કેસને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોરોનાને પગલે તેની તમામ પરીક્ષાઓ હાલ રદ કરી દીધી છે. ત્યારે હવે આ પરીક્ષા યોજાવાની જાહેરાત પછીની તારીખમાં કરવામાં આવશે. જોકે આ નિર્ણય 15 ડિસેમ્બર પછી લેવામાં આવે તેવી સંભાવનાઓ સંવાઈ રહી છે.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આગામી તારીખ નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં દિવાળી પછી કોરોનાની સ્થિતિ વકરી છે. જેના પગલે રાજકોટ શહેરમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.