//

કોરોના જંગ- દરેક સાંસદો 10 કરોડ રૂપિયા આપશે, પરશોત્તમ રૂપાલાએ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો

રાજ્યના એગ્રિકલ્ચર ફાર્મર મંત્રી પરશોત્તમ રૂપાલાએ વડપ્રધાન નરેન્દ્રમોદીને આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે વડાપ્રધાન સાથે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ સાંસદોના વેતનમાંથી એક વર્ષ માટે 30 ટકા રકમ કોરોનાની જેગ લડવા માટે ઉપયોગમાં લેવાશે. સાથેજ સરકારે સાસંદ નીધી(ફંડ)ને બે વર્ષ એટલેકે 2020 અને 2021 માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.. ત્યારે હવે પ્રત્યેક સાંસદના બે વર્ષનું ફંડ એટલે કે 10 કરોડ કોરોનાની મહામારી સામે લડવા અને આરોગ્ય માટે ઉપયોગમાં લેવામાં આવશે. મંત્રી પરશોત્તમ રૂપાલાએ પત્રમાં રાજ્યના વોરિયર્સ ડોકટર, નર્સ, અન્ય આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને લોકોની મદદ માટે આગેકૂચ કરનારી સ્વૈચ્છિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને તેમણે બિરદાવ્યો હતો અને દેશ કોરોનાની જંગ વહેલી તકે જીતશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.