/

કોરોના કહેર વચ્ચે ફરી માવઠાની આગાહી, જગતનો તાત બન્યો ચિંતાતૂર

ગુજરાતમાં કોરોનાસૂર સંભળાઈ રહ્યો છે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી પોઝિટિવ 63 કેસ સામે આવી ચુક્યા છે સાથેજ મોતનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. કોરોના કહેર દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન સર્જાવવાના કારણે આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડી શકવાની ભીતી સેવાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલમાં મધ્યમ વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ વીજળીની કડાકા-ભડાકા સાથે રાજ્યના ઘણા શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. તો વાતાવરણમાં પલટો આવવાથી કોરોના વાયરસ વધુ વકરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ચાલુ વર્ષે ચોમાસા બાદ પણ સતત કમોસમી વરસાદ વરસવાથી જગતના તાતની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ, મગફળી, ઘઉં, જીરું અને તલના પાક પર નુકસાનની વ્યાપક અસર થઈ છે તો હવે કમોસમી વરસાદના કારણ કેરીના ખેતી કરતા ખેડૂતોનો રડવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.