//

કોરોના અસર- શેલ્ટર હોમમાંથી 20 લોકો કહ્યા વગર ચાલી નિકળ્યા

રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના વિજયનગર તાલુકાના ગોસઈ સમાજના 20 લોકો કચ્છના હાજીપુરના મેળામાં કાચના વાસણો વેચવા જતા હતા તે દરમિયાન લોકડાઉનની જાહેરાત થતા તેઓ ફસાઈ ગયા હતા અને બાળકો સહિત 1 એપ્રિલે રાધનપુર આવ્યા હતા.. તો તેઓને રાધનપુરના શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા પણ શનિવારે કોઈને કહ્યા વગર તેઓ ચાલી નિકળ્યા હતા. રાધનપુર આવતા આ લોકોને અન્ય સેવાભાવી લોકોએ જમવાની વ્યવસ્થા કરી આપી હતી પરંતુ તેઓને વતન ભાભર પાછુ જવું હોવાથી તેઓ ભાભર તરફ ચાલતા જ રવાના થયા હતા, પરંતુ બનાસકાંઠા પોલીસે ગોસણ નજીક રોકીને રાધનપુર પરત મોકલ્યા હતા.. આ લોકને રાધનપુર પોલીસના સહયોગથી રેફરલ હોસ્પિટલમાં ચેક અપ કરાવીને શેઠ.બી.વકીલ હાઈસ્કૂલમાં બનાવેલા શેલ્ટર હોમમાં રાખ્યા હતા, પરંતુ શનિવારે તેઓ કોઈને કહ્યા વગર રાજસ્થાન જવા રવાના થયા હતા. પાલિકાના ટેક્ષ ઈન્સ્પેકટર અને શેલ્ટર હોમની જવાબદારી સંભાળતા પ્રકાશપુરીના જણાવ્યા અનુસાર હજુ શેલ્ટર હોમમાં 7 લોકો છે જેઓ ઉત્તર પ્રદેશથી કાપડની ફેરી કરવા માટે આવ્યા હતા અને લોકડાઉનના કારણે ફસાયા છે

Leave a Reply

Your email address will not be published.