//

કોરોના અસર- અમેરિકાએ મૂક્યો ટીકટોક પર પ્રતિંબધ

અમેરિકાની વોશિંગટન આર્મી દ્વારા ટીકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વર્ષ 2019 દરમિયાન અન્ય કોઈ એપની સરખામણીમાં લોકો દ્વારા ટીકટોકનો ખૂબજ ઉપયોગ થયો છે અને અનેક લોકોએ ટીકટોક એપને ડાઉનલોડ કરી છે.. ટીકટોકનો સૌથી વધુ ઉપયોગ ટીનેઝર્સ દ્વારા કરાઈ રહ્યો છે. અમેરિકન આર્મીનું કહેવું છે કે ટીકટોક એક ચાઈનીઝ એપ છે જે લોકોના વધુમાં વધુ ડેટા એકત્રીત કરે છે જે બધા ડેટા ચીન સુધી પહોંચે છે જે અમેરિકન માટે એક જોખમ છે. તેઓનું કહેવું છે કે ટીકટોક યૂઝર્સના આઈપી એડ્રેસ, ડિવાઈસ મોડલ, મોબાઈલ કેરિયર, ટાઈમઝોન સેટિંગ, સ્ક્રીન રીઝોલ્યુશન, ઓપરેટિંગ સિસ્ટમ સહિતની તમામ માહિતી એકત્ર કરે છે જે જોખમી છે.. યુ.એસ આર્મીનું કહેવું છે કે ટીકટોક ચાઈનીઝ મૂળનો વધારો કરે છે જે ચિંતાનો વિષય છે.. જેથી અમેરિકન આર્મીએ લશ્કરી ઉપકરણો પર ટીકટોક પર પ્રતિંબધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે લોકમૂખે એવા સમાચાર ચર્ચામાં છે કે ટીકટોક ભારતને અનુદાન આપી કોરોનાની લડતમાં મદદ કરશે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, ભારત દ્વારા અપીલ કરવામાં આવશે કે ટીકટોક એવા વીડિયોને હટાવે જે અફવાઓ ફેલાવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.