////

વધુ એક પ્રધાન થયા કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી

દેશ સહિત અનેક રાજ્યોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે નેતાઓ પણ બાકાત રહ્યાં નથી. રાજધાની દિલ્હીના પર્યાવરણ પ્રધાન કોરોનાથી સંક્રમિત થયા છે. જે જાણકારી તેઓએ ખુદ આપી હતી.

કેજરીવાલ સરકારના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાઇ કોરોનાથી સંક્રમિત થયા છે. જે જાણકારી પ્રધાને ટ્વિટ કરી આપી હતી. આ તકે પ્રધાને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, શરૂઆતમાં લક્ષણો આવ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તે લોકો મહેરબાની કરીને ધ્યાન રાખે અને કોરોના ટેસ્ટ કરાવી લે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેક નેતાઓ કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું પણ કોરોનાને પગલે જ ગઇકાલે નિધન થયું હતું. આ ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.