////

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, નવા 1021 કેસ નોંધાયા

હાલમાં ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઘટી રહ્યું છે તેમજ તેમાં રાહત પણ મળી છે. તો સાથે જ નવા કેસની સામે રિકવર થતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેમાં રિકવરી રેટ 89.37 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના પોઝીટીવના નવા 1020 કેસ નોંધાયા છે. જ્યારે 6 કોરોના દર્દીઓના મોત થયા છે. તેમજ 1013 લોકો રિકવર થયા છે.

આ ઉપરાંત હાલ કુલ 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 13916 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક 3682 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 166254 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.