//

મનુષ્ય બાદ હવે પ્રાણીઓમાં ફેલાયો કોરોના

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તો કોરોના વાયરસ તમામ યુરોપિયન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના વાયરસથી વિશ્વમાં 12 લાખથી વધુ લોકો પીડાઈ રહ્યા છે તો કોરોનાના કહેરથી ભારત સહિત ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. ઉલ્લેખનીય છે કે કોરોના મનુષ્યમાં ફેલાઈ રહ્યું છે પરંતુ તમને અચંબિત કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હવે કોરોના ફક્ત મનુષ્યમાંજ નહીં પરંતુ પ્રાણીઓમાં પણ ફેલાઈ રહ્યું છે. ન્યુયોર્ક સિટીમાં વાઘણનો કોરોના રોપર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી અન્ય પ્રાણીઓને પણ ચેપ લાગવાની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ન્યુયોર્ક સીટીમાં વાઘણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. નોંધનીય છે કે કોરોના હવે લોકલ ટ્રાન્સમીશનના સ્તરે ફેલાઈ રહ્યો છે જેથી ભારત અને સમગ્ર વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published.