//

ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, ભારતના 30% જિલ્લાઓમાં કોરોનાનો કહેર !

ભારતમાં કોવિડ-19ના વધતા કેસો સેવા કર્મીઓ અને અધિકારીઓ માટે મુશ્કેલી પેદા કરી શકે છે. તો SARS-COV-2 વાયરસ દેશના 30 ટકા જિલ્લાઓમાં ફેલાઈ ગયો છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગ દ્વ્રારા પ્રાપ્ત આંકડાઓ અનુસાર સરકારે દેશના 720 જિલ્લાઓમાંથી 211 જિલ્લાના કેસોની માહિતી મેળવવામાં સફળતા મેળવી લીધી છે તો કેટલાક મોટા રાજ્યમાં 60 ટકાથી વધ જિલ્લાઓ આ વાયરસથી સંક્રમિત થયા છે જ્યારે કેટલાક રાજ્યોમાં આ સંખ્યા 30 ટકાથી વધુ છે.
જો કે આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. તો આરોગ્ય વિભાગ અનુસાર જિલ્લા વાર રિપોર્ટમાં 1965 પોઝિટિવ કેસોની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે ભારતમાં તેની કુલ સંખ્યા 2 હજારથી પણ વધુ છે. નિષ્ણાંતો અનુસાર રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેથી તેને ફોલવતો અટકાવવા ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.. તેઓએ અન્ય સમસ્યાઓ સિવાય પરિક્ષણ કીટ અને મેડિકલ સુવિધાઓની અછતનો સામનો કરવો પડે છે.

કર્ણાટકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્ય કે-જે જિલ્લાઓ પહેલાથીજ વાઈરસની ઝપેટમાં આવી ગયા છે ત્યાં કોરોનાને રોકવાનો પ્રયાસ કરવામાં આવે. લોકડાઉનના કારણે વાયરસને ફેલાતો અટકાવવામાં ઘણી મદદ મળી છે.. જો કે તે પહેલા લોકોની અવર જવરના કારણે ઘણું નુકસાન થયું છે. જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના પ્રોફેસર અને આઈઆઈએસસીના આલોક કુમાર દ્વ્રારા કરવામાં આવેલા અનુમાન મુજબ ભારતને એપ્રિલના અંત સુધીમાં દર્દીઓની સારવાર માટે 16 હજારથી વધુ ઓક્સિજન પંપ અને લગભગ 5 હજાર જેટલા વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. તો 20થી વધુ જિલ્લાઓ ધરાવતા 17 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ તેમજ 11 રાજ્યોમાં 20 ટકાથી વધુ જિલ્લાઓ કોરોના વાયરસથી અસરગ્રસ્ત છે.

Leave a Reply

Your email address will not be published.