/

કોરોના જંગ- માણાવદરના ધારસભ્ય અને કેબિનેટ મંત્રીએ ફાળવી 25 લાખની ગ્રાન્ટ

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યની આર્થિક પરિસ્થિતિ નબળી પડી રહી છે ત્યારે રાજ્યની જનતા, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને અન્યો દ્વારા રાજ્ય અને લોકોની મદદ માટે અનુદાન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા કોરોના વાયરસની કામગીરી માટે 25 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો તેઓ જિલ્લા આયોજન અધિકારીને પત્ર પાઠવી પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા ફાળવવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના જંગ સામે લડવા ગુજરાત કોંગ્રેસ અને ભાજપના વિવિધ ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી અનુદાન આપી રહ્યા છે અને શક્ય હોય તેટલી આર્થિક સહાય પણ કરી રહ્યા છે. માસ્ક, સેનિટાઈઝર અને અન્ય જરૂરી મેડીકલ ચીજ વસ્તુઓ માટે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ સરકાર દ્વારા જરૂરિયાત અનુસાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.