//

કોરોના જંગ- પ્રોસીક્યુશન અને રાજ્યના વકીલો તરફથી કરાયું અનુદાન

કોરોના જંગ- પ્રોસીક્યુશન અને રાજ્યના વકીલો તરફથી કરાયું અનુદાન રાજ્યમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા અને તેમે માત આપવા રાજ્યની અનેક ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ ધારાસભ્યો અને રાજ્યની જનતા દ્વ્રારા અનુદાન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના પ્રોસીક્યુશન તરફથી પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન કરવામાં આવ્યું છે.

જેમાં રાજયના તમામ સરકારી વકીલો અને વધારાના સરકારી વકીલો દ્વારા અનુદાન કરવામાં આવ્યું છે.સાથેજ તાલુકા કક્ષાના મદદનીશ વકીલોનું એક માસનું પગાર પણ કાપી મુખ્યમંત્રી રાહત ફંડમાં ઉપયોગમાં લેવામાં આવે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.. તો રાજ્યના જિલ્લા સરકારી વકીલો અને મદદનીશ વકીલો તરફથી આશરે 70,51,000 ચેક દ્વારા ફાળવવામાં આવ્યા છે.. તો વડીઅદાલતના સરકારી વકીલો, એડવોકેચ જનરલ તથા મુખ્ય સરકારી વકીલ તરફથી આશરે 21,30,000 અને રાજ્યના તાલુકાના મદદનીશ સરકારી વકીલો તરફથી આશરે 13,00,000નું અનુદાન કરવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published.