//

કોરોના જંગ- રતન ટાટાએ કર્યું 500 કરોડનું જંગી દાન

કોરોના લડતમાં રતન ટાટા દ્વારા વડાપ્રધાન રાહત ફંડમાં 500 કરોડ આપ્યા છે. સમગ્ર દુનિયા મહામારીનો સામનો કરી રહી છે ત્યારે ભારત પણ કોરોનાના સંક્રમણમાં ફસાયો છે ત્યારે લોકોના જીવને બચાવવા સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે દેશની આર્થિક પરિસ્થિતિમાં પણ ભંગાણ પડવા લાગ્યો છે ત્યારે સરકાર દેશની માતબર કંપનીઓ પાસે સહાયની બુહાર લગાવી રહી છે. ત્યારે ભારતના ઉદ્યોગ પતિ રતન ટાટા દેશની જનતા માટે ચિંતા વ્યક્ત કરી તેમનો જીવ બચાવવા આગળ આવ્યા છે. ઉદ્યોગ પતિ રતન ટાટા દ્વારા વડાપ્રધાન રાહત ફંડમાં 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે કોરોના અસર દેશના અર્થતંત્ર પર પણ વ્યાપક દેખાઈ રહી છે ત્યારે વડાપ્રધાન રાહત ફંડમાં રતન ટાટા દ્વારા અધધ 500 કરોડ રૂપિયાનું દાન કરાયું છે સાથેજ દેશની જનતાની ચિંતા પણ વ્યકત કરી છે

Leave a Reply

Your email address will not be published.