/

કોરોના કહેર : રાજ્યમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કુલ 71 પોઝિટિવ કેસ નોંધાયા છે તો કોરોનાથી પીડાતા કુલ 6 દર્દીઓનું મૃત્યું થયું છે ઉલ્લેખનીય છે કે 4 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે ત્યારે સુરતમાં વધુ એક પુરુષનો પોઝિટિવ કેસ નોંધાયો છે. પુરુષ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જણાતી નથી જેથી લોકલ ટ્રાન્સમિશનના કારણે પુરુષને ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો રાજકોટમાં પણ 28 વર્ષીય પુરષનો કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે તેને પણ લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હોવાનું લગાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વધી રહેલા પોઝિટિવ કેસ દરમિયાન આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રાવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં 18 હજાર 701 લકો હોમ કોરન્ટાઈન હેઠળ છે જ્યારે 236 પોઝિટીવ કેસ નોંધાયા છે. સોમવારે 87 કેસ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 1 કેસ પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં ક્વોરન્ટાઈન હેઠળ રેહલા લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે જો કોઈ કોઈ પણ શારીરીક કે માનસિક સમસ્યા જણાય તો તે હેલ્પ લાઈન નંબર- 1100 પરથી મદદ માંગી શકે છે..શારિરિક, માનસિક અને અન્ય સમસ્યાઓ અંગે માર્ગદર્શન અને સહાય આપવા માટે આ હેલ્પ લાઈન નંબર શરૂ કરાયો છે. જ્યંતિ રવિએ વધુમાં જણાવ્યું કે જો ટેસ્ટિંગમાં અનિર્ણાયક રિપોર્ટ આવે તો તેવા કેસમાં ક્રોસ ચેક કરવામાં આવે છે જેથી જે તે કેસમાં COVID-19 સંપૂર્ણ પણે છે કે નહીં તેની જાણકારી યોગ્ય રીતે મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published.