//

ગુજરાતમાં કોરોના કહેર વધ્યો, જામનગર બાદ મોરબીમાં પણ કોરોના કહેર

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં યથાવત છે, ત્યારે ગુજરતામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 125 જેટલી થઈ છે.. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોથી સંક્રમિત એક મહિલાનું મોત નિપજ્યું છે જે બાદ ફરી સુરતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે તો જામનગરમાં પણ 14 માસના નવજાતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. સુરત અને જામનગર બાદ રાજ્યમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે.. તો ભુજમાં 62 વર્ષની વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મોરબીમાં 52 વર્ષના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આની સાથે મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ નોંધાયો છે.જામનગરમાં પણ કિશોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે

Leave a Reply

Your email address will not be published.