//

દેસાઈ પરિવાર પર ત્રાટક્યો કાળમૂખો કોરોના, લંકાનો પ્રવાસ પડ્યો ભારે!

કોરોના વધુ એક પરિવાર પર કહેર બનીને ત્રાટક્યો છે. કોરોનાએ વડોદરાના બિલ્ડર શૈલાન્દ્ર દેસાઈનો જીવ લીધો છે. વડોદરાના શૈલેન્દ્ર ભાઈ અને તેમના પત્ની નીલિમા બહેન અન્ય લોકો સાથે 7મી માર્ચે શ્રીલંકા ગયા હતા. શૈલેન્દ્ર ભાઈને અગાઉથીજ માઈલ્ડ અસ્થમાની તકલીફ હતી. જ્યારે તેઓ પરત આવ્યા ત્યારથી તેમને શરદી ખાંસી હતી જેને લઈને તબીબે કહ્યું કે નોર્મલ એલર્જી છે. તેમના પરિવારજનોનું કહેવું છે કે જો પહેલા દિવસે જ એસએસજી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો હોત તો આજે શૈલેન્દ્ર દેસાઈ જીવતા હોત. વડોદરાના દેસાઈ પરિવાર પર કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. બિલ્ડર દેસાઈનો ચેપ તેમના પુત્ર, પુત્રી અને પુક્ષવધૂને પણ લાગ્યો છે જેથી તેઓ હાલ આઈસોલેશનમાં છે. આઈસોલેશનમાં રહેલા પરિવારને માત્ર બે સેકન્ડ માટેજ લાશ જોવા મળી. પ્રોટેકોલ અનુસાર પિતાનો પાર્થીવ દેહ ખાસ મટિરિયલમાં વીંટળાયેલો હતો જેથી પુત્રને અંતિમ સમયે તેમનો ચહેરો પણ ન જોવા મળ્યો. તો કાળ કોરોનાએ વડોદરાના દેસાઈ પરિવારને હતો ન હતો કરી નાખ્યો.

વડોદરાના કોરોના પીડિત દેસાઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભી શૈલેન્દ્રભાઈ દેસાઈનું મૃત્યું થતા પરિવાર આઘાતમાં છે. પરંતુ પરિવારના બીજ ચાર સભ્યો પણ કોરોના પોઝિટિવ હોવાથી હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકના પત્નિ નિર્મલાબેન દેસાઈ પણ કોરોના પોજિટિવ છે જે હાલ આઈસોલેશન હેઠળ છે. કોરોના પીડિત શૈલેન્દ્રભાઈના અંતિમ સંસકારમાં માત્ર બે સ્વજનોએ દૂરથી મૃતદેહના દર્શન કર્યા હતા. દેસાઈ પરિવારના પરિજનોએ જણાવ્યું કે મૃતક 7મી માર્ચે શ્રીલંકાના પ્રવાસે ગયા તે પહેલાથીજ તેમને શરદી ખાંસીથી તકલીફ હતી જેથી તેમેણે સ્થાનિક તબીબ પાસે ચકાસણી કરાવી હતી પરંતુ સ્થાનિક તબીબે એલર્જી હોવાનું જણાવ્યું હતુ. જો શૈલેન્દ્રભાઈને તે સમયે સયાજી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ માટે તાકિદ કરવામાં આવ્યા હોત તો પરિવાર મુશ્કેલીમાં ના મૂકાયો હોત, 14મી માર્ચે શૈલેન્દ્ર ભાઈ શ્રીલંકાથી પરતા આવ્યા હતા અને ત્યારબાદ બે દિવસમાં તકલીફ વધી જતા સયાજી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ એક પછી એક પરિવારના બીજ સભ્યો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.