કાેરાેનાથી બચવા માટે બજારમાં ઇન્ટીસેપ્ટીક લિકવીડ મળે છે. જે કાેરાેનાના વાયરસને ફેલાતા રાેકે છે. જેનાથી કાેઇ જાતનાે ચેપ લાગતાે નથી. જેથી શહેરીજનાે પાેતાના ઘરાેમાં, શાળાઓમા કે પછી ઓફિસાેમાં ઇન્ટીસેપ્ટીક લિકવીડનાે ઉપયાેગ કરે છે. બીજી બાજુ શહેરીજનાે ઘરની બહાર નીકળવા કે વિવિધ જગ્યાએ માસ્ક પહેરીને જવાનું જ પસંદ કરે છે. જેના કારણે ચેપ લાગવાની શકયતાઓ ઓછિ થઈ જાય છે.શહેરના બજારાેમાં આપણે જોઈએ તાે વિવિધ પ્રકારના માસ્ક અને ઇન્ટીસેપ્ટીક લિકવીડનું વેંચાણ વધી રહ્યુ છે. ઇન્ટીસેપ્ટીક લિકવીડમાં 35 ટકા જેટલાો વેંચાણમાં વધારાે થયાે છે. જયારે કે માસ્કના ભાવમાં 40 ટકાનાે વધારાે થયાે છે. બજારમાં 90 રૃપિયામાં મળતાે માસ્ક હવે 290 રૃપિયામાં મળે છે. માસ્કના ભાવમાં 3 ગણાે વધારાે થયાે હાેવા છતાં શહેરીજનાેમાં તેની માંગ વધારે છે.

કાેરાેના વાયરસનાં કહેરના કારણે દુનિયાના દરેક દેશાે ચિંતિંત છે. એવામા અમદાવાદ શહેરમાં 3 જેટલા શંકાસ્પદ કેસાે નાેંધાયા છે. તબીબાે નાગરિકાેને કાેરાેના વાયરસથી બચવા માટેના ઉપાયાે, ધ્યાનમાં રાખવા જેવી બાબતાે, સલાહ-સુચનાે આપી રહ્યા છે.જેના કારણે કાેરાેના વાયરસ ફેલાય નહીં. જેથી શહેરીજનાેએ સાવધાનીના ભાગરૃપે યાેગ્ય પગલા ભરવાનું શરૃ કર્યુ છે.

ચેરમેન ઓફ ડ્રગિસ્ટ અને કેમિકલ એસાેસિયેશનના જશંવત પટેલે સમાચારવાલા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે,લાેકાેમાં અવેરનેશ આવી છે. કાેરાેના વાયરસનું નામ સાંભળીને,અત્યાર સુધી જે વાયરસ આવ્યાં તેના કરતા કાેરાેનાની ગંભીરતા નાગરિકાેએ જાેઇ છે. 30થી 35 ટકા સેનેટરાઇઝર એન્ટીસેપ્ટીક લિકવીડ તે બધાની માંગમાં વધારાે થયાે છે. અત્યારના લાેકાો એડવાન્સ થઈ ગયા છે.

ચાઇનાને ઇન્ડિયામાથી માસ્ક આયત કરતુ હતું. પરંતુ 31 તારીખે કેન્દ્વ સરકારે સારાે નિર્ણય લીધાે કે કદાચ કાેરાેના વાયરસ આપણા ઇન્ડીયાની અંદર પ્રવેશ કરે તાે આપણા નાગરિકને માસ્કની ઉપલબ્ધતા રહે.વસ્તુ મળી રહે તેના માટે. અહીંથી જે માલ ચાઇના મોકલવમાં આવતો હતાે. તેના ઉપર પ્રતિંબંધ મુકી દાધાે છે. માસ્ક સર્જાકલ આઈટમ હાેવાથી તેના પર કાેઇ ભાવ લખેલો નખી હતો.. જેથી લોકો ઓનલાઈન વધુુ મંગાવતા હોઈ છે.. આજે 90 રૂપીયાનો માસ્ક 290 રૂપીયામાં વેચાઈ રહ્યો છે.