////

રાજ્યમાં કોરોનાનો કહેર: નવા 1510 કેસ નોંધાયા, 16 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ત્યારે હવે કોરોનાનો આંકડો 1500ને પણ પાર પહોંચી ગયો છે. રાજ્યમાં નવા 1510 કોરોના દર્દી નોંધાયા છે. સાથે જ રાજ્યમાં 1286 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તો રાજ્યમાં કોરોનાથી 16 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,82,473 દર્દીઓ રિકવર થયા છે.

રાજ્યમાં 4,93,337 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,92,230 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 14,044 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 94 છે. જ્યારે 13,950 લોકો સ્ટેબલ છે. 1,82,473 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3892 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 12, સુરત કોર્પોરેશન 3, બોટાદના 1 દર્દી સહિત કુલ 16 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.