//////

પોઝિટિવ આલેખન : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ તબીબ અને સ્ટાફ બની રહ્યા છે લોકો માટે દેવદૂત, જૂઓ ભાવેશભાઇના જ શબ્દો…

રાજ્યમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઇ રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો હોસ્પિટલ પર પણ સવાલ ઉઠાવતા હોય છે તેના મેનેજમેન્ટને લઇને પણ સવાલ ઉઠાવતા હોય છે. ત્યારે આ વચ્ચે આજે અમે તમને એવી સ્થિતિનું રૂબરુ કરાવશુ જેનાથી તમે ચાલી ને કહી ઉઠશુ કે વાહ શું કામગીરી છે. જી હા તો એવી જ કઇક વાત છે કે 17 માર્ચના રોજ ભાવેશભાઈ નરેન્દ્રભાઈ દેસાઈ નામના વ્યક્તિને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ કોવીડના સંક્રમણનો ભોગ બન્યા હતા. ભાવેશભાઈ 27 દિવસથી વધુ સમય મેડિસિટી(સિવિલ સંકુલ)માં સારવાર હેઠળ રહ્યા હતા. હવે તેમનો કોવીડ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તે સ્વસ્થ છે. આ તકે તેઓએ સિવિલ સંકુલમાં મેળવેલી સારવારનો અનુભવ વર્ણવતા કહ્યુ કે, સિવિલ ખાતેની 1200 બેડની હોસ્પિટલમાં મારી ઉત્તમ સારવાર કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં સારવારથી લઇને ભોજન અને અન્ય સુવિધાઓથી ભાવેશભાઈ અત્યંત પ્રભાવિત થયા છે.

આ તકે આ તમામ વિકટ પરિસ્થિતિ વિશે ભાવેશભાઈ માને છે કે, ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં વધુ લાભ છે. સિવિલ હોસ્પિટલ અંગે ખોટી અફવા ફેલાવવામાં આવે છે, ખરેખર તો અહીંનું વ્યવસ્થાપન ઉત્તમ છે, તેવુ ભાવેશભાઈ ઉમેરે છે.

ભાવેશભાઈ તેમનો અનુભવ વર્ણવતા કહે છે, કે સિવિલ હોસ્પિટલમાં તબીબોથી લઇનેને સહાયક સ્ટાફનું વર્તન ઘણું માયાળુ છે અને તે દર્દીઓની ખૂબ કાળજી રાખે છે. સિવિલમાં ભોજન, દવા તમામ સમયસર મળે છે.

ભાવેશભાઈની જેમ જ સુનિતાબેન પરમારનો પણ સિવિલ હોસ્પિટલનો અનુભવ અદભૂત રહ્યો છે. સુનિતાબેન નિખાલસપણે એકરાર કરતા કહે છે કે સિવિલ હોસ્પિટલ અંગે મારા મનમાં ગેરસમજણ હતી, તે દુર થઈ છે. સિવિલ હોસ્પિટલમાં સ્ટાફનું વલણ ઘણુ સહકારભર્યું છે વળી, ઔષધ અને આહારનું સારી રીતે વ્યવસ્થાપન કરવામાં આવે છે. સુનિતાબેનને સિવિલની સ્વચ્છતા પણ ઘણી પસંદ આવી. આમ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ભારે ધસારા વચ્ચે પણ તબીબો માનવતાની મહેક પ્રસરાવી લોકો માટે દેવદૂત બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.