////

કોરોનાના દર્દીઓને હવે આ બિમારીનો પણ સામનો કરવો પડી શકે છે, સરકારી સંસ્થાએ આપી ચેતવણી

દેશમાં મેડિકલ રિસર્ચ પર કામ કરનાર સૌથી મોટી સરકારી સંસ્થા Indian Council of Medical Research (ICMR) એ કોરોના પર મોટી ચેતવણી જાહેર કરી છે. Indian Council of Medical Research (ICMR) નું કહેવું છે કે કોરોના વાયરસની બિમારી ડાયાબિટીસ પણ આપી શકે છે.

ICMR ના હેડ ડો. બલરામ ભાર્ગવએ કહ્યું કે કોરોના મહામારી શુગર વધારે છે. તેવામાં કોરોના મહામારી દર્દીઓને નવી ડાયાબિટીસ પણ આપી શકે છે. તેમણે કહ્યું કે 2DG ની દવા કોરોનાના હળવા અને મધ્ય સ્તરના રોગીઓ માટે ઠીક છે. કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે આ દવા યોગ્ય નથી.

ICMR ના હેડ ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે એક સંક્રમિત વ્યક્તિ 1 મહિનામાં 406 લોકોને ઇન્ફેક્શન ફેલાવી શકે છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી ખૂબ એલર્ટ રહેવાની જરૂર છે. હાલ દેશમાં ટેસ્ટિંગ સતત વધારવાની જરૂર છે. આગામી મહિના સુધી 45 લાખ લોકોના ટેસ્ટ કરવાની ક્ષમતાને પ્રાપ્ત કરી લેશે.

તેમણે કહ્યું કે ફંગલ ઇન્ફેક્શન ભેજમાં વિકસિત થાય છે. જો કોઇમાં ઇમ્યુનિટી પાવર ઓછો છે તો આ ફંગસ ગ્રો કરશે. એટલા માટે કોવિડ દર્દીઓમાં આ સમસ્યા આવી રહી છે. ડાયાબિટીઝના દર્દીઓમાં ઇમ્યુનિટી બીજાના મુકાબલે ઓછી હોય છે. એટલા માટે પ્રોબ્લમ તેમાં વધુ જોવા મળી રહી છે.

તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ગત થોડા દિવસોમાં કોરોના મહામારીના એક્ટિવ કેસમાં ઘટાડો આવ્યો છે. હાલ દેશમાં કુલ સક્રિય કેસમાં 69 ટકા કેસ 8 રાજ્યમાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે અમે ટેસ્ટિંગ સતત વધારી રહ્યા છીએ. દેશમાં ગત બે દિવસમાં 20 લાખથી વધુ ટેસ્ટ કરી રહ્યા છીએ. જિલ્લા સ્તરે કન્ટેનમેન્ટ ઝોન બનાવવની રણનીતિની અસર જોવા મળી રહી છે.

તેમણે કહ્યું કે દેશમાં 8 રાજ્ય એવા છે. જેમાં હજુ પણ 1 લાખથી વધુ સક્રિય કેસ છે. દેશમાં 430 જિલ્લા એવા છે, જ્યાં હજુ પણ દરરોજ કોરોનાના 100થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. તેવામાં એક દિવસની પણ ઢીલ આપણને ભારે પડી શકે છે.

સંયુક્ત સચિવે કહ્યું કે દેશમાં 89 જિલ્લા એવા છે, જ્યાં કેસ ઓછા થઇ રહ્યા છે, પરંતુ પોઝિટિવ રેટ થોડો વધી રહ્યો છે. તેના માટે પીએમએ 11 જિલ્લાના અધિકારીઓ અને સીએમ સાથે બેઠક કરી છે. તેમણે તમામને સંવેદનશીલતાથી કામ કરવાની વાત કહી અને આત્મવિશ્વાસ વધારવાની સલાહ આપી છે.

સ્વાસ્થ્ય સચિવના અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતી રાજ, એનજીઓ સાથે મારું ગામ કોરોના મુક્ત ગામ સ્લોગન સાથે કામ કરવાની સલાહ આપી. ઉપરાંત વેક્સિન વેસ્ટેઝ ઓછી કરવાની પણ વાત કહી.

Leave a Reply

Your email address will not be published.