////

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધ્યા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે દિવાળીમાં કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. રાજ્યમાં કોરોનાના વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે, તો અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજના 90થી વધુ કેસો નોંધાવામાં આવી રહ્યા છે, ત્યારે હવે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલમાં 81 કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ICU બેડ કોરોના દર્દીઓથી ભરાઈ ગયા છે. ત્યારે હવે એક પણ બેડ ખાલી રહ્યા નથી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા એક ફ્લોર પણ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 100 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 279 કોરોના દર્દી એડમિટ છે. હાલમાં સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. હાલ સિવિલમાં સારવાર લઈ રહેલા 625 દર્દીમાંથી 475 ઓક્સિજન પર છે.

નોંધનીય છે કે, દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવામાં આવે તે મહત્વનું બની જાય છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર થતી જાય છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેને પગલે શહેરમાં કોરોના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવા પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.