/

Breaking News : રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક 73 અમદાવાદમાં વધુ બે કેસ નોંધાયા : જયંતિ રવી

કોરોના વાયરસના અમદાવાદમાં આજે વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે કુલ આંક 73 પહોંચ્યો છે અમદાવાદના પોઝિટિવ કેસમાં એક 55 વર્ષીય પુરુષ અને 32 વર્ષીય મહિલા હોવાનું જાણવા મળેલ છે રાજ્યમાં હાલ સુધીમાં 18078 લોકોને હોમ કોરોનટાઇલ કરવા માં આવ્યા છે તો સરકારી કોરોનટાઇલની સંખ્યા 741 છે હાલની ગંભીર પરિસ્થિતિની વાત કરતા રાજ્યના અગર સચિવ જયંતિ રવિએ જણાવેલ હતું કે રાજ્યમાં 6,કરોડ 15  લાખ લોકોનું ટેલિફોનિક અને હોમ ટુ હોમ સર્વે કરવામાં આવી રહ્યો છે જો તમામ પોઝિટિવ કેસની વાત કરીએ તો તેમાં 32 વિદેશી છે 4 આંતર રાજ્યરાજ્યના છે અને 37 લોકલ ટ્રાંસમિશન થી આવ્યા છે કોવિડ માટેની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે જરૂરી સાધન સામગ્રી માટે ઓર્ડર આપવા માં આવ્યા છે જયંતિ રવિએ વધુમાં જણાવેલ હતું કે 10 લાખ માસ્ક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ,108 ના કર્મચારીઓ સસ્તા અનાજ ના વિક્રેતા મેડિકલ સ્ટાફ અને અને હેલ્થ વર્કરોને આપવા માં આવશે રાજ્યમાં કોરોનાના 5 કેસ સાજા થયા છે તેમનો બે વખત ટેસ્ટ થયા બાદ ડિસ્ચાર્જ આપવા માં આવેલ છે જેમાં અમદાવાદના ચાર અને એક સુરતના કેસનો સમાવેશ કુલ પાંચની રકવરી થયેલી છે.

Leave a Reply

Your email address will not be published.