/

રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક 69 પર પહોંચ્યો : જયંતિ રવિ

કોરોના પોઝિટિવને પગલે સરકારની ચિંતા વધી રાજ્યમાં 6 કેસમાં વધારો થયો છે જેમાં ભાવનગરના 5 અને અમદાવાદનો એક કેસ મળી કુલ આંક વધીને આજે 64 પર પહોંચ્યો છે જેમાં ભાવનગરની 45 વર્ષીય મહિલાનું મોત પણ થયું છે અમદાવાદના એક પુરુષ નો કેસ છે જેમની હિસ્ટ્રી અમેરિકા થી આવ્યા હોવાનું સામે આવ્યું છે ભાવનગરના કુલ 6 કેસ પૈકી 1 નું મોત થયું છે 5 પોઝિટિવ નોંધાયેલ છે હાલમાં રાજ્યના પોઝિટિવ કેસ 69 થયા છે જેમાં ત્રણ લોકો સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવા માં આવ્યા છે અને કોમ કોરોનટાઇન કરવા માં આવ્યા છે આજ ની સ્થિતિએ 744 જેટલા લોકો હોમ કોરોનટાઇનમાં રાખવા માં આવેલ છે 236 લોકો સામે હોમ કોરોનટાઇલ ભંગ બદલની કાર્યવાહી કરવા માં આવી છે રાજ્યના અગર સચિવ જ્યંતી રવિએ પત્રકાર પરિષદ યોજી  માહિતી આપી હતી તેમને વધુ માં ઉમેર્યું હતું કે કેન્સર પીડિતા દર્દીઓ માટે ટેલી કોન્ટેક્ટ અને માહિતી અને સારવાર આપવા માં આવશે આજે સાંજે વિડીયો કોન્ફરન્સમાં ટેસ્ટિંગ કીટ અંગે ચર્ચા કરવા માં આવશે ગુજરાતમાં હજુ વધુ ટેસ્ટિંગ કીટની જરૂરિયાત રહેશે આવતા અઠવાડિયે વધુ પીપીઈ કીટનો જથ્થો મળશે કેન્દ્ર સરકાર દ્રારા હવે માસ્ક અને કીટ મળવાના શરૂ થશે ભાવનગર સહિત જેસર વિસ્તારને ક્લસ્ટર કરવાની કામગીરી કરવા માં આવશે  80 ટકા લોકોમાં લક્ષણ કોરોના લક્ષણ દેખાશે નહીં લોકોને અપીલ કરી હતી કે આવા દર્દીઓ સામે થી જ આવીને સારવાર મેળવે અને લોકો લોકડાઉનનું  પૂર્ણ પાલન કરે અને ઘરમાં જ રહે.

Leave a Reply

Your email address will not be published.