//

કોરોનાએ રાજ્યની ચિંતા વધારી, કુલ 105 પર આંકડો પહોંચ્યો : જયંતિ રવિ

કોરોના મહામારીથી લોકો ભયમાં છે. દેશના કેટલાક વિભાગોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ગુજરાતમાં પણ હવે કોરોનના ઝડપથી આગળ વધી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 10 કેસ સામે આવી ગયા છે. ગુજરાત માં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોંચી છે. જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ કોરોના વાયરસનો ભય વધી રહ્યો છે રાજ્યના જિલ્લાઓની વાત કરવા માં આવે તો અમદાવાદમાં જ વધુ 5 કેસ વધી ગયા છે. જોકે એક પણ દર્દી વેન્ટિલેટર પર નહીં હોવાથી મહદઅંશે રાહત ગણી શકાય. આ ગંભીર સ્થિતિ તો જોવા મળી રહી છે અમદાવાદમાં વધુ એક દાદીનું મોત પણ થયું છે. અમદાવાદ નોમૃત્યુ આંક પાંચ સુધી પહોંચી ચુક્યો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદ માં 5 ગાંધીનગર માં 2 ભાવનગરમાં 2 પાટણ માં 1 નોંધાયેલ છે.

Leave a Reply

Your email address will not be published.